નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર શનિવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. સ્ટેશન પર ભારે ભીડને કારણે ગૂંગળામણ જેવી સ્થિતિ સર્જાઈ હતી. એવામાં ભીડમાં ફસાયેલા લોકો બેહોશ થવા લાગ્યા. આ અકસ્માત નવી દિલ્હી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 13-14 પર થયો હતો. જોકે, દિલ્હી પોલીસની રેલવે યુનિટ પ્લેટફોર્મ પર કોઈ પણ પ્રકારની નાસભાગની વાતને નકારી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે બેભાન થઈ ગયેલી 4 મહિલાઓને ઉપાડીને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.ગૂંગળામણને કારણે ઘણા લોકો બેભાન થઈ ગયા.મળતી માહિતી મુજબ નવી દિલ્હીના પ્લેટફોર્મ નંબર 13 પર એક ટ્રેન પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે જઈ રહી હતી. આ ટ્રેન પકડવા મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. જેના કારણે પ્લેટફોર્મ પર ભારે ભીડ જોવા મળી હતી. જેના કારણે ગૂંગળામણની સ્થિતિ સર્જાઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ગૂંગળામણને કારણે એક પછી એક ઘણા લોકો બેભાન થઈ ગયા. જેના કારણે સ્થળ પર અફડાતફડી મચી ગઈ હતી.