મુંબઈની આરે કોલોનીમાં ઝાડની કાપણી પર પ્રતિબંધ લગાવવા મામલે સોમવારે સુપ્રીમ કોર્ટની વિશેષ બેન્ચ દ્વારા સુનાવણી કરવામાં આવી છે. તે માટે લૉ સ્ટૂડન્ટના એક પ્રતિનિધિ મંડળે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ સાથે મુલાકાત કરી હતી. પ્રતિનિધિમંડળે સીજેઆઈને પત્ર સોંપીને આ મામલે હસ્તક્ષેપ કરવા અપીલ કરી હતી. બીજી બાજુ મુંબઈમાં અટકાયત કરવામાં આવેલા 29 પ્રદર્શનકારીઓએ હોલિડે કોર્ટથી જામીન મળતાં થાણે જિલ્લાથી છોડી દેવામાં આવ્યા હતા. જોકે કોર્ટે શરત મૂકી હતી કે આ લોકો કોઈ પ્રદર્શનમાં સામેલ નહીં થાય.
દેશની આર્થિક રાજધાની મુંબઇનું ફેફસું ગણાતા આરેના જંગલમાં વૃક્ષો કાપવાની વિરુદ્ધ વિદ્યાર્થીઓના એક જૂથે પત્ર લખી ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ જાતે નોંધ લીધી છે. પત્રને જનહિતની અરજી ગણી ચીફ જસ્ટિસે આ મામલે સુનાવણીનો નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓએ રવિવારે પત્ર લખી સુપ્રીમ કોર્ટ આ મામલે તાત્કાલિક દખલ કરે તેવી માગણી કરી હતી. આ વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. આરે કોલોનીની આજુબાજુ પ્રદર્શનકારો ઉપર પ્રતિબંધ લદાયો છે.કોલોનીના જંગલમાં 1000થી વધારે વૃક્ષો કાપ્યા હતા.