મહારાષ્ટ્ર સરકારમાં મંત્રાલયોની વહેંચણી ફાઈનલ થઈ ચૂકી છે. મળતી માહિતી અનુસાર સૌથી વધારે મંત્રાલય NCPએ પોતાની પાસે રાખ્યા છે જ્યારે સૌથી ઓછા મંત્રાલય કોંગ્રેસ પાર્ટીને આપવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રમાં અનેક દિવસો સુધી ચાલી રહેલી વાતચીત બાદ મંત્રાલયોની વહેંચણીની નવી ફોર્મ્યુલા નક્કી થઈ ચૂકી છે. મહારાષ્ટ્રમાં સરકારમાં જ્યાં નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીની પાસે સૌથી વધારે મંત્રાલય હશે જ્યારે સૌથી ઓછા મંત્રાલય કોંગ્રેસ પાર્ટી પાસે હશે. એનસીપી પાસે 16 મંત્રાલય, શિવસેનાની પાસે 15 અને કોંગ્રેસની પાસે 12 મંત્રાલય હશે.
જો કે હાલ સુધી કેબિનેટ વિસ્તાર પર કોઈ નિર્ણય આવ્યો નથી. મળતી માહિતી અનુસાર વિભાગોની વહેંચણીનો નિર્ણય સામે આવ્યો છે. આમ તો એનસીપીને ડેપ્યુટી સીએમ પદ આપવામાં આવે તેની ચર્ચાઓ પણ થઈ રહી છે પરંતુ હાલ સુધી આ નામ પર કોઈની પણ સહમતિ મળી રહી નથી. માનવામાં આવી રહ્યું છે કે હાલમાં જ દેવેન્દ્ર ફડણવીસની સાથે ડેપ્યુટી સીએમ પદના શપથ લઈને રાજીનામું આપી ચૂકેલા અજિત પવાર ઉદ્ધવ ઠાકરેની સરકારમાં ડેપ્યુટી સીએમ પદ માંગી રહ્યા છે. જેની પર સહમતિ બની રહી નથી.
આ પહેલાં પણ સૂત્રોએ દાવો કર્યો હતો કે શિવસેનાને શહેરી વિકાસ, હાઉસિંગ, સિંચાઈ અને મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન જેવા મંત્રાલયો મળી શકે છે. જ્યારે એનસીપી ગૃહ, નાણાં, યોજનાઓ, વીજળી અને વન મંત્રાલય જેવા પદ પોતાની પાસે રાખી શકે છે. કોંગ્રેસને રાજસ્વ, પીડીડબ્લ્યૂડી અને એક્સાઈઝ મંત્રાલય મળવાની શક્યતા છે. ઉદ્યોગ, સ્કૂલ અને ટેકનિકલ શિક્ષા, સ્વાસ્થ્ય અને મેડિકલ શિક્ષા મંત્રાલયને લઈને નિર્ણય લેવાયો નથી.