મહારાષ્ટ્ર (Maharashtra)માં રાષ્ટ્રપતિ શાસન (President’s Rule) લાગુ કરવાના અહેવાલોથી ત્યાંના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. મૂળે, સૂત્રો મુજબ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી એ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણ મોકલી આપી છે. જોકે, હાલ રાજભવન તરફથી તેની પુષ્ટિ નથી થઈ. આ દરમિયાન પીએમ મોદી એ બ્રાઝીલ પ્રવાસના પહેલા કેબિનેટની ઇમરજન્સી બેઠક બોલાવી છે. જેને મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિ સાથે જોડીને જોવામાં આવી રહી છે.
બીજી તરફ, જો મહારાષ્ટ્રના રાજ્યપાલ રાષ્ટ્રપતિ શાસન લગાવે છે તો શિવસેના સુપ્રીમ કોર્ટ ના દરવાજા ખખડાવી શકે છે. ઉદ્ધવ ઠાકરે એ આ મુદ્દે કપિલ સિબ્બલ અને અહેમદ પટેલ સાથે વાત કરી છે.