વાવાઝોડું ‘મહા’ (Cyclone Maha) ગુજરાત તરફ ફંટાઈ ગયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ (Weather department of Gujarat) 7મી નવેમ્બરે વાવાઝોડું સવારે સૌરાષ્ટ્રના દરિયા (Saurashtra) કાંઠે ટકરાશે (Costal line). વાવાઝોડું ધીરે ધીરે નબળું પડી રહ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું કે ‘વાવાઝોડું પોરબંદરથી 660 કિલોમીટર દૂર છે. વેરાવળથી 720 કિલોમીટર અને દીવથી 770 કિલોમીટર દૂર છે. જેમ જેમ વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે નજીક આવશે ત્યારે નબળું પડશે. અમારા અનુમાન મુજબ દીવ-પોરબંદર વચ્ચે 70-80 કિલોમીટરની ઝડપે ટકરાશે. ‘