ગાંધીનગર સે.૨૧ની માઉન્ટ કાર્મેલ સ્કૂલ ખાતે મેલ સ્ટાફ તથા મેલ
સ્ટુડન્ટ્સ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી ઉજવણીનું
આયોજન શાળાના આચાર્યા સિસ્ટર જેનિફરના માર્ગદર્શન હેઠળ કરવામાં
આવ્યું છે. જેમાં ધો.૧ થી ૪ની વિદ્યાર્થિનીઓ માટે કલરપૂર્તિ સ્પર્ધા તેમજ ધો.૫ થી ૮ અને ધો.૯ થી ૧૨ની વિદ્યાર્થિનીઓ અને શાળાની તમામ શૈક્ષણિક તથા બિનશૈક્ષણિક
મહિલાઓની પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન સ્પર્ધા પણ ત્રણ કેટેગરીમાં યોજાશે.
આ સ્પર્ધામાં સૌથી વધારે પ્લાસ્ટિક વેસ્ટ જમા કરાવનાર વિજેતા વિદ્યાર્થિનીઓ, ટીચર્સ, સહયોગી
સ્ટાફની બહેનોને સર્ટિફિકેટ અને ટ્રોફી આપી પર્યાવરણ સુરક્ષા માટેના ઉમદા
પ્રયાસને બિરદાવવામાં આવશે. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પ્રત્યે જાગૃતિ
કેળવવાના આશયથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આ પ્રકારે ઉજવણીનું
આયોજન રાખેલ છે.