Home Hot News માણિક સાહા બનશે ત્રિપુરાના નવા મુખ્યપ્રધાન

માણિક સાહા બનશે ત્રિપુરાના નવા મુખ્યપ્રધાન

0
478

ત્રિપુરામાં બિપ્લબ દેબના રાજીનામા બાદ હવે ભાજપે માણિક સાહા(Manik Saha)ને નવા મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કર્યો છે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં સાહાના નામ પર મહોર મારવામાં આવી હતી. બિપ્લબ દેબના રાજીનામા બાદ ઘણા નામો પર ચર્ચા થઈ રહી હતી જેમાં માણિક સાહાનું નામ પણ સામેલ છે. આખરે તમામ નેતાઓએ સાહાને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કર્યા. જે બાદ હવે તેઓ જલ્દી શપથ લઈ શકે છે અને સીએમ પદ સંભાળી શકે છે. માણિક સાહા રાજભવન જવા રવાના થઈ ગયા છે.

NO COMMENTS