માતા વૈષ્ણોદેવી માર્ગ પર ભૂસ્ખલન થતા 5 શ્રદ્ધાળુના મોત, યાત્રા અટકી……

0
286

જમ્મુ કાશ્ણીરમાં માતા વૈષ્ણોદેવી માર્ગ પર ભૂસ્ખલન થતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં પાંચ શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા હતા. જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં ત્રિકુટા પહાડીઓ પર બનેલા માતા વૈષ્ણો દેવી મંદિરના માર્ગ પર મંગળવારે બપોરે માતા વૈષ્ણો દેવી મંદિરના માર્ગ પર ભૂસ્ખલન થયું હતું . આ અકસ્માતમાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા હતા અને 14 લોકો ઘાયલ થયા હતા. સતત વરસાદને કારણે આ ભૂસ્ખલન થયું હતું. આ કારણે વૈષ્ણો દેવીની યાત્રા બંધ કરી દેવામાં આવી છે. ઘટનાસ્થળે બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને અધિકારીઓએ જણાવ્યું હતું કે હિમકોટી રૂટ પરની યાત્રા પહેલાથી જ બંધ કરી દેવામાં આવી હતી. ભારે વરસાદને કારણે જૂના રૂટ પરની યાત્રા પણ સ્થગિત કરવામાં આવી છે.

અર્ધકુંવરીમાં સ્થિત ઇન્દ્રપ્રસ્થ ભોજનાલય પાસે ભૂસ્ખલન થયું હતું. આ ઘટના બપોરે 3 વાગ્યાની આસપાસ બની હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું .તેમણે જણાવ્યું હતું કે આ ઘટના ટેકરી પર સ્થિત મંદિર તરફ જતા રસ્તા પર બની હતી. આ રસ્તો વળાંકવાળો અને 12 કિમી લાંબો છે. ભૂસ્ખલન લગભગ અડધા રસ્તા પર થયું હતું. જેને લઈને જાનહાનિની ​​સંખ્યામાં વધારો થવાની આશંકા છે.