મામી ફિલ્મ ફેસ્ટિવલમાં ‘ઘમાસાન’નું પ્રીમિયર….

0
111

સામાન્ય રીતે અરશદ વારસી તેના કોમેડી રોલ માટે ઓળખાય છે, પરંતુ રવિવારે મુંબઈ ખાતે ચાલી રહેલા મામી ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મના સ્ક્રિનિંગમાં હાજર રહેલાં લોકો અરશદથી ડરી ગયાં હતાં. તેમની ફિલ્મ ‘ઘમાસાન’ને ફેસ્ટિવલમાં ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. આ સ્ક્રિનિંગ વખતે લીડ એક્ટર્સ અરશદ વારસી, પ્રતિક ગાંધી, ઇશિતા દત્તા તેમજ ફિલ્મના ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયા પણ હાજર રહ્યાં હતાં. આ સ્ક્રિનિંગ પછી દર્શકોએ સ્ટાર કાસ્ટ સાથે પ્રશ્નોત્તરી પણ કરી હતી.

અરશદે આ ફિલ્મ માટે વજન વધાર્યું છે, તે અંગેના સવાલના જવાબમાં અરશદે કહ્યું,“શરૂઆતમાં આપણે પણ આમિર ખાન બનવાની કોશિશ કરીએ છીએ પણ પછી પાછળથી એ ભારે પડી જાય છે. આ ઉંમરે એક વખત વધી ગયેલું વજન ઘટાડવું અઘરું પડે છે. હવે પછીથી એક્ટિંગથી જ કામ ચલાવી લઈશ.”

બાયોપિક બનાવવા અંગે તિગ્માંશુ ધુલિઆએ કહ્યું,“સમાજમાં ખરા હિરો મળતા નથી. યુવાનો નિરર્થક બાબતો પર સમય વેડફે છે. તેમના માટે બસ – મારી કોફી, મારી બરીસ્તા, જ બધું છે. તેથી આપણે સમાજના ખરા હિરોને જોઈ શકતાં નથી. તેથી બાયોપિક્સ બનાવવી પડે છે.”