મારી પહેલી વેબ-સિરીઝ ને લઈને હું ખૂબ ઉત્સુક છું : અશ્વિની ઐયર તિવારી

0
340

ડિરેક્ટર અશ્વિની ઐયર તિવારી તેની આગામી વેબ-સિરીઝ ‘ફાડૂ-અ લવ સ્ટોરી’ને લઈને ખૂબ આતુર છે. એનું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. સોની લિવ પર એ ટૂંક સમયમાં રિલીઝ થશે. એમાં પાવૈલ ગુલાટી, અભિલાષ થપ્લિયાલ અને સૈયામી ખેર પણ લીડ રોલમાં દેખાશે. સ્ટુડિયો નેક્સ્ટે એને પ્રોડ્યુસ કરી છે. આ સિરીઝ વિશે અશ્વિની ઐયર તિવારીએ કહ્યું કે ‘વેબ-સિરીઝ ‘ફાડૂ-અ લવ સ્ટોરી’માં બે વ્યક્તિની જટીલ લાઇફ અને તેમની મહત્ત્વાકાંક્ષા અને પ્રેમ પર પ્રકાશ પાડવામાં આવશે. અલગ વિચારધારા ધરાવતાં કૅરૅક્ટર્સની જટિલતાને ઊંડાણપૂર્વક દેખાડવા, નવો એક્સપરિમેન્ટ કરવા અને અનોખા વિચારોની સ્ટોરીઝને ડિજિટલ પ્લૅટફૉર્મ મંચ આપે છે. સ્ટુડિયો નેક્સ્ટ અને સોની લિવ સાથેની ભાગીદારીમાં મને આ સ્ટોરી કહેવાનો અવસર મળ્યો એથી હું ખૂબ આભારી છું. આ રચનાત્મક, રિફ્રેશિંગ અને સમાજ સાથે જોડાયેલી સ્ટોરી છે; જેમાં આદર્શોની સાથે મનોરંજન પણ મળી રહેશે. મારી પહેલી વેબ-સિરીઝ ‘ફાડૂ-અ લવ સ્ટોરી’ને લઈને હું ખૂબ એક્સાઇટેડ છું, જેને કવિ અને રાઇટર સૌમ્ય જોશીએ લખી છે અને સંતોષ નારાયણે મ્યુઝિક કમ્પોઝ કર્યું છે. એ જલદી જ રિલીઝ થશે.’