માસ્ક ફરજિયાત કરવા માટે જાહેરનામુ બહાર પાડવા અધિકારીઓને સુચના અપાઇ

0
581

કોરોનાને રોકવા સંબંધમાં મહાપાલિકામાં સ્થાયી સમિતિના ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડાની અધ્યક્ષતામાં બેઠક બોલાવાઇ હતી. તેમાં પાટનગરમાં પણ માસ્ક પહેરીને જ બહાર નીકળવાનું ફરજિયાત કરવા માટે જાહેરનામુ બહાર પાડવા અધિકારીઓને સુચના અપાઇ હતી. દૈનિક વેતન પર જેમની આજીવિકા નિર્ભર છે, તેવા શ્રમિક પરિવારો માટે વ્યવસ્થા ગોઠવવા, સેક્ટર 23 અને 29ના વિસ્તારને સીલ કર્યા જેવી સ્થિતિમાં રહેવાસીઓને જીવન જરૂરી ચીજો પહોંચાડવાની વ્યવસ્થા કરવા સહિતના મુદ્દે ચર્ચા કરાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here