મુંબઈ ઇન્ડિયન્સની IPL 2025માં પ્રથમ જીત…..

0
58

હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ મુંબઈ ઈન્ડિયન્સે કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવીને IPL 2025માં તેની પ્રથમ મેચ જીતી છે. કોલકાતા સામે ડેબ્યુ મેચમાં જ તબાહી મચાવનાર અશ્વિની કુમાર માત્ર 23 વર્ષનો છે. તેણે ડેબ્યુ મેચમાં જ 4 વિકેટ લીધી હતી.5 વખતની ટાઈટલ વિજેતા ટીમ મુંબઈ ઈન્ડિયન્સે IPL 2025માં તેની પ્રથમ જીત નોંધાવી છે. હાર્દિક પંડ્યા એન્ડ કંપનીએ 31મી માર્ચે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 8 વિકેટે શાનદાર જીત નોંધાવી હતી. આ જીતનો હીરો 23 વર્ષીય ખેલાડી અશ્વિની કુમાર હતો, જેણે રાતોરાત સ્ટાર બન્યા બાદ પોતાની પહેલી પ્રતિક્રિયા આપી હતી. તેણે પોતાની ડેબ્યુ મેચમાં જ 4 વિકેટ લીધી અને રેકોર્ડ લિસ્ટમાં પોતાનું નામ નોંધાવ્યું.અશ્વિનીએ વધુમાં કહ્યું કે, ‘કેપ્ટને પણ તેની ભૂમિકા ભજવી હતી, હાર્દિક ભાઈએ મને વિકેટ પર બોલિંગ કરવાનું કહ્યું હતું. ગામમાં બધા મને રમતા જોશે. આજે મને તક મળી છે અને હું ખૂબ જ ખુશ છું. અશ્વિની કુમારે IPLમાં ડેબ્યૂ કરતા પહેલા માત્ર ચાર T20 મેચ રમી હતી, આ સિવાય તેણે 2 રણજી ટ્રોફી અને 4 લિસ્ટ A મેચ પણ રમી હતી. અશ્વિની કુમાર IPL ડેબ્યૂમાં 4 વિકેટ લેનાર પ્રથમ ભારતીય ખેલાડી છે.