મુંબઈ ઇન્ડિયન્સ ફરી બની ‘Champion’, રોમાંચક મેચમાં ઐતિહાસિક જીત

0
17

મહિલા પ્રીમિયર લીગ 2025 ની (WPL 2025) ફાઇનલ મેચ આજે દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians) વચ્ચે રમાઈ, જેમાં કેપ્ટન હરમનપ્રીત કૌરની ટીમ મુંબઈ ઇન્ડિયન્સનો ઐતિહાસિક વિજય થયો છે. મુંબઈનાં બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મુંબઈ ઇન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 149 રનનો ટાર્ગેટ દિલ્હીને આપ્યો હતો. મુંબઈ ઇન્ડિયન્સની ટીમે 8 રનથી ફાઇનલમાં વિજય મેળવ્યો છે.