મુખ્યમંત્રી વિજય રૂપાણી 7 દિવસ માટે સેલ્ફ આઈસોલેટ થયા

0
748

ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસના 3 ધારાસભ્યો સાથે કોટ વિસ્તાર અને દાણીલીમડામાં કરફયુ મામલે ચર્ચાવિચારણા માટે મિટિંગ કરી હતી. 3 ધારાસભ્યો પૈકીના દરિયાપુર-ખાડીયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને કોરોના પોઝિટિવ આવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી 7 દિવસ માટે સેલ્ફ આઈસોલેટ થયા છે. તેઓ એક અઠવાડિયું મુખ્યમંત્રી નિવાસે રહી કેબિનેટ મિટિંગમાં વીડિયો કોન્ફરસિંગથી ભાગ લેશે. ઉપરાંત સરકારી કામગીરી માટે વીડિયો કોલિંગ અને ટેલિફોનથી સંવાદ કરશે. તેઓ આ દરમિયાન કોઈને મળી શકશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here