‘મેઇડ ઇન ચાઇના’નાનું ટ્રેલર રિલીઝ 

0
2131

રાજકુમાર રાવ અને મૌની રોયની ફિલ્મ ‘મેઇડ ઇન ચાઇના’ના ટ્રેલરને રિસન્ટલી રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં આ એક્ટર ગુજરાતી બિઝનેસમેનના રોલમાં જોવા મળશે.

રાજકુમાર રાવના ફાધરનું રિસન્ટલી જ અવસાન થયું હતું. એવામાં પર્સનલ લાઇફમાં તે ખૂબ જ ઇમોશનલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. રાજને સવાલ કરવામાં આવ્યો કે, તેણે આવી સ્થિતિમાં કેવી રીતે પોતાની જાતને સંભાળી હતી. જેના જવાબમાં તેણે કહ્યું હતું કે, ‘આ એવો લોસ છે કે જે સમગ્ર જિંદગી મારી સાથે રહેશે. બરાબર ત્રણ વર્ષ પહેલાં મેં મારાં મધરને ગુમાવ્યાં હતાં એ સમયે હું ‘ન્યૂટન’ માટે શૂટિંગ કરી રહ્યો હતો. હું સફળ એક્ટર બનું એવું મારા પેરેન્ટ્સનું સપનું હતું. પાપાની તબિયત ખરાબ હતી ત્યારે હું ઇચ્છતો હતો કે, તેઓ ‘મેઇડ ઇન ચાઇના’નું ટ્રેલર અચૂક જુએ. દિનેશે મને પહેલાં જ ટ્રેલરની લિંક મોકલી હતી અને મને એ વાતની ખુશી છે કે, પાપાએ આ ફિલ્મનું ટ્રેલર જોયું હતું અને તેમને એ ખૂબ ગમ્યું હતું. તેઓ અમારી વચ્ચે નથી, પરંતુ મને વિશ્વાસ છે કે તેઓ જ્યાં પણ હશે ત્યાં આ ફિલ્મ અચૂક જોશે. તેમના આશીર્વાદ મારી સાથે છે.’

જુગાડ વિશેના સવાલના જવાબમાં તેણે કહ્યું હતું કે, ‘હું જ્યારે ગુડગાંવમાં રહેતો હતો ત્યારે તો ખૂબ જુગાડ કરતો રહેતો હતો. બંક મારીને ફિલ્મ્સ જોતો રહેતો હતો. થીએટર સુધી પહોંચવા માટે લિફ્ટનો જુગાડ કરતો હતો. આપણે બધાએ જિંદગીમાં ક્યાંકને ક્યાંક તો જુગાડ કર્યો જ હોય છે. આપણે ઇન્ડિયન્સ આપણા જુગાડપણા માટે જ ઓળખાઈએ છીએ.’

આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થવા જઈ રહી છે. બોક્સ-ઓફિસ પર એની ‘સાંડ કી આંખ’ અને ‘હાઉસફુલ 4’ની સાથે ટક્કર થશે. આ ક્લેશ વિશે પ્રોડ્યૂસર દિનેશ વિજાન કહે છે કે, ‘ફિલ્મ્સની વચ્ચે ક્લેશ તો સામાન્ય વાત છે. એના વિશે કંઈ પણ ન કરી શકાય. તાજેતરમાં ‘બાટલા હાઉસ’ અને ‘મિશન મંગલ’ સાથે આવી હતી અને બંનેએ સારો બિઝનેસ કર્યો છે. ગયા વર્ષે ‘સત્યમેવ જયતે’ ફિલ્મ ‘ગોલ્ડ’ની સાથે આવી હતી અને એ બંને ફિલ્મ્સે પણ સારો બિઝનેસ કર્યો હતો.’

ફિલ્મમાં બિઝનેસમેનનો રોલ પ્લે કરી રહેલા રાજકુમારને સવાલ કરવામાં આવ્યો કે, તે અન્ય એક્ટર્સની જેમ અન્ય કોઈ બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે કે નહીં તો એના જવાબમાં તેણે કહ્યું હતું કે, ‘હું ‌ફિલ્મ્સમાં જ સારો બિઝનેસ કરી લઉં છું. રિયલ લાઇફમાં મને બિઝનેસની કોઈ સમજ નથી. ફ્યૂચરમાં ચોક્કસ જ એના વિશે વિચાર કરીશ, પરંતુ અત્યારે તો પૂરેપૂરું ફોકસ એક્ટિંગ પર જ છે.’

રાજકુમારની કો-સ્ટાર મૌની રોયે કહ્યું હતું કે, ‘મેં ખૂબ સ્ટડી કર્યો છે. એટલા માટે હું કંઇક તો અલગ કરવા ઇચ્છું છું. એવું કંઇક કે જેમાં મારા સ્ટડીનો ઉપયોગ થાય. જોકે, મેં હજી સુધી કશું પ્લાનિંગ કર્યું નથી.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here