મેડિકલ સ્ટોર્સમાંથી શરદી, શ્વાસ, ઉધરસની દવા લેનારની માહિતી આરોગ્ય તંત્રને આપવા આદેશ

0
202

કોરોનાના નવા વેરિયન્ટને પગલે ઉધરસ, શરદી, શ્વાસ લેવામાં તકલીફ, ગળામાં દુખાવો, ડાયેરિયા, તાવ સહિતની બીમારીની દવા લેતા દર્દીઓની ફરજિયાત નોંધણી કરવાની રહેશે. ઉપરાંત મેડિકલ સ્ટોર્સના સંચાલકે ફરજિયાત એસીએસવાયએસ એપ્લિકેશનમાં તેની એન્ટ્રી કરવાની રહેશે. તેનું પાલન નહીં કરનારા મેડિકલ સ્ટોર્સના માલિક સામે નિયમોનુંસાર કાર્યવાહી કરવાનો જિલ્લા કલેક્ટરે આદેશ કર્યો છે. જિલ્લાના મેડિકલ સ્ટોર્સમાંથી દવા લઇને સારવાર લેતા લોકોની માહિતી આપવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ખાસ તકેદારી લેવામાં આવી છે. જેમાં મેડિકલ સ્ટોર્સના સંચાલકો માટે એસીએસવાયએસ એપ્લિકેશન બનાવાઇ છે.

આ એપ્લિકેશનમાં મેડિકલ સ્ટોર્સવાળાએ ફરજિયાત રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જેના માધ્યમથી મેડિકલ સ્ટોર્સમાંથી શરદી, તાવ, ઉધરસ, ગળામાં દુ:ખાવો, શ્વાસ લેવામાં તકલીફ અને ડાયેરીયા જેવી બીમારીની દવા મેડિકલ સ્ટોર્સમાંથી લઇ જતા હોય છે. ત્યારે જો આવા દર્દીઓનો કોવિડ ટેસ્ટ કરવામાં આવે તો સંક્રમણને ફેલાતુ અટકાવી શકાય. જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે મેડિકલ સ્ટોર્સમાંથી તાવ, શરદી, ઉધરસ, ગળામાં દુ:ખાવો, ડાયેરીયા, શ્વાસ લેવામાં તકલીફ જેવી બીમારીની દવા લેનાર દર્દીનું નામ, સરનામું, ઉંમર, મોબાઇલ નંબર મેડિકલ સ્ટોર્સના સંચાલકે એસીએસવાયએસ એપ્લિકેશનમાં ફરજિયાત માહિતી ભરવાની રહેશે. આ જાહેરનામાની અમલવારી તારીખ 31 સુધી રહેશે.