મોદી-મુઇજ્જુની ટ્યૂનિંગથી ડ્રેગનના સપના પર ફરી વળ્યું પાણી

0
273

એક સમય હતો જ્યારે માલદીવમાં ભારત વિરોધી લહેર હતી. ચીન સમર્થક મોહમ્મદ મુઈજ્જુએ ઈન્ડિયા આઉટ કેમ્પેઈનના આધારે ચૂંટણી જીત્યા હતા અને માલદીવમાં ચીનની દખલગીરી વધી ગઈ હતી. આ જ માલદીવનો હવે સૂર બદલાવા લાગ્યો છે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુએ દેશના સ્વતંત્રતા દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે પીએમ નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું હતું. રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી અને તેમને એક અદભૂત વ્યક્તિ ગણાવ્યા હતા.

માલદીવમાં જ્યારે ચૂંટણી યોજાઈ રહી હતી ત્યારે મુઈજ્જુએ’ઈન્ડિયા આઉટ’ કેમ્પેઈન શરૂ કર્યું હતું. આ સિવાય તેમના જ મંત્રીમંડળના સાથીઓએ પીએમ મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. આ જ મુઈજ્જુ વે પીએમ મોદીના વખાણ કરતા થાકતા નથી. વડા પ્રધાન મોદી અને મુઈજ્જુ વચ્ચેનું આ ટ્યુનિંગ વૈશ્વિક દક્ષિણ ભૌગોલિક રાજકીય ગતિશીલતાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે.