યશરાજ ફિલ્મ્સે રણબીર કપૂરને આપી Birthday Gift……

0
588

બોલિવૂડ અભિનેતા રણબીર કપૂરે 28 સપ્ટેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. ત્યારે તેના જન્મ દિવસના અવસર પર યશરાજ ફિલ્મ્સે રણબીરને એક ખાસ ગિફ્ટ આપી છે. રણબીર કપૂરના ચાહકોને પણ પોતાના મનગમતા સેલેબના જન્મદિવસની ખાસ ભેટ મળી ગઈ છે. મંગળવારે રણબીર કપૂર અભિનીત શમશેરાનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે. રણબીર કપૂર અભિનીત આ ફિલ્મની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા.

યશરાજ ફિલ્મ્સ તરફથી રણબીરની આગામી ફિલ્મ માર્ક ઓફ શમશેરાનો ફર્સ્ટ લૂક આજે રીલઝ કરવામાં આવ્યો છે. રણબીર પોતાની આ ફિલ્મને લઈને ઘણો જ ઉત્સાહિત છે. મોટાભાગની ફિલ્મોમાં રણબીર ચોકલેટી હીરો તરીકે નજર પડતો હોય છે. પણ આ ફિલ્મમાં રણબીરનો લૂક તેની પાછલી ફિલ્મો કરતા અલગ જ દેખાઈ રહ્યો છે. આ ફિલ્મમાં લાંબા વાળ અને પોતાના ડિફરન્ટ લૂકને કારણે તે યોદ્ધા જેવો દેખાઈ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here