યોગ-ડે બન્યો રેકૉર્ડ્સ-ડે : ન્યુયૉર્કમાં યુએન હેડ ક્વૉર્ટર્સ ખાતે પીએમ મોદીની હાજરીમાં સૌથી વધુ દેશોના લોકોની યોગ કાર્યક્રમમાં ભાગીદારી બદલ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ 

0
259

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ  ગઈ કાલે જણાવ્યું હતું કે યોગની પ્રાચીન પદ્ધતિ ખરેખર વૈશ્વિક છે અને એ કોઈ પણ પ્રકારના કૉપીરાઇટ, પેટન્ટ્સ અને રૉયલ્ટીથી મુક્ત છે. વડા પ્રધાને ઇન્ટરનૅશનલ યોગ ડે નિમિત્તે ન્યુ યૉર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયની બહાર વિશેષ અને સામાન્ય લોકોને સંબોધતાં આમ જણાવ્યું હતું.
વડા પ્રધાનના આ કાર્યક્રમમાં એકસાથે સૌથી વધુ દેશોના લોકોની ભાગીદારી માટેનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ રચાયો હતો. અહીં ૧૩૫ દેશોના લોકોએ ભાગ લીધો હતો. આ સાથે જ ૧૧૪ દેશોના લોકોનો એકસાથે એક સ્થળે યોગ કરવાનો આ પહેલાંનો રેકૉર્ડ તૂટ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે જણાવ્યું હતું કે યોગની પ્રાચીન પદ્ધતિ ખરેખર વૈશ્વિક છે અને એ કોઈ પણ પ્રકારના કૉપીરાઇટ, પેટન્ટ્સ અને રૉયલ્ટીથી મુક્ત છે. વડા પ્રધાને ઇન્ટરનૅશનલ યોગ ડે નિમિત્તે ન્યુ યૉર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયની બહાર વિશેષ અને સામાન્ય લોકોને સંબોધતાં આમ જણાવ્યું હતું.

180 થી વધુ દેશોના લોકોએ અહીં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો, જેમાં જીવનના વિવિધ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને તેમાં રાજદ્વારીઓ, કલાકારો, શિક્ષણવિદો અને ઉદ્યોગસાહસિકોનો સમાવેશ થતો હતો.
“તમે સ્પંદનો અને ઉત્તેજના જોઈ શકો છો. વડાપ્રધાન મોદી સાથે આંતરરાષ્ટ્રીય યોગ (દિવસની ઉજવણી) માટે સેંકડો લોકો લાઇનમાં ઉભા છે. આટલી મોટી અનુભૂતિ,” દિલીપ ચૌહાણે કહ્યું, ન્યૂયોર્ક સિટી મેયર ઓફિસ ફોર ઇન્ટરનેશનલ અફેર્સના ડેપ્યુટી કમિશનર. જેમણે પીએમ મોદી સાથે યોગમાં પણ ભાગ લીધો હતો

વડા પ્રધાનના આ કાર્યક્રમમાં એકસાથે સૌથી વધુ દેશોના લોકોની ભાગીદારી માટેનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ રચાયો હતો. અહીં ૧૩૫ દેશોના લોકોએ ભાગ લીધો હતો. આ સાથે જ ૧૧૪ દેશોના લોકોનો એકસાથે એક સ્થળે યોગ કરવાનો આ પહેલાંનો રેકૉર્ડ તૂટ્યો હતો.