રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને ગુરુવારે યુક્રેન વિરુદ્ધ યુદ્ધની ઔપચારિક જાહેરાત કરી દીધી. ત્યારબાદ રશિયન સેનાએ યુક્રેન પર આક્રમણ કર્યું. હવે યુક્રેને પણ રશિયા વિરુદ્ધ બરાબર મોરચો ખોલ્યો છે અને યુક્રેનના રાષ્ટ્રપતિ વલોદિમિર જેલેન્સ્કીએ સેનાને દેશભરમાં તૈનાતની આદેશ પર હત્યાક્ષર કર્યા છે. આ સાથે જ યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ અમેરિકા અને નાટો દેશો ઉપર પણ નિશાન સાધ્યું છે અને કહ્યું કે રશિયા સામેની લડાઈમાં અમને એકલા મૂકી દીધા.
યુક્રેને દાવો કર્યો છે કે રશિયાએ કિવ પર રોકેટથી હુમલો કર્યો છે. યુક્રેનના વિદેશમંત્રી દિમિત્રો કુલેબાએ હુમલાની જાણકારી આપતા કહ્યું કે પુતિનને રોકો અને રશિયાને અલગ થલગ કરો. રશિયાને તમામ જગ્યાઓ પરથી બહાર કરો. અત્રે જણાવવાનું કે રશિયા સતત યુક્રેનની રાજધાની કિવ તરફ આગળ વધી રહ્યું છે. કિવમાં મેટ્રો સ્ટેશન લોકો માટે બોમ્બ શેલ્ટર તરીકે કામ કરે છે. રશિયાના હુમલા બાદ કિવના લગભગ દરેક સ્ટેશન પર મોટી સંખ્યામાં શરણ લીધી છે.