રાખી સાવંત હવે પતિ સાથે યુકેમાં રહેશે ?! : વીડિયો પોસ્ટ કરી કર્યો ખુલાસો…

0
1838

બોલીવુડની ડ્રામા ક્વીન રાખી સાવંત હંમેશા પોતાના વિવાદિત નિવેદનો અને પોતાની હરકતોથી સમાચારમાં ચમકતી રહે છે. કેટલાક દિવસો પહેલા રાખી સાવંતે પોતાના લગ્નના સમાચારથી તમામ લોકોને ચોંકાવી દીધા હતા. હવે રાખી સાવંતનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે કહી રહી છે પોતે કાયમ માટે યુકે શિફ્ટ થવાની છે.

રાખી સાવંતે તાજેતરમાં જ પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી એક વીડિયો શૅર કર્યો છે, જેમાં તે કહી રહી છે,’ફેન્સ કેમ છો. આટલા વર્ષો મેં તમને એન્ટરટેઈન કર્યા છે. હવે જુઓ હું મારા પતિ પાસે યુકે જઈ રહી છું, હંમેશા માટે. જતા જતા પણ ઈન્ડસ્ટ્રી એક હિટ પણ નહીં આપે ?’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here