રાજકોટ શહેરમાં અનુસૂચિત જાતિના વ્યક્તિની કસ્ટોડીયલ ડેથ મુદ્દે ગાંધીનગરમાં સ્વયમ સૈનિક દળના સૈનિકોનો ભારે આક્રોશ

0
174

રાજકોટમાં થયેલા કસ્ટોડીયલ ડેથ મુદ્દે ગાંધીનગરમાં સ્વયમ સૈનિક દળ દ્વારા રેલી સ્વરૂપે તથા ન્યાય આપો ન્યાય આપો હમીરભાઇને ન્યાય આપો અને SC-ST પર અત્યાચાર બંધ કરો જેવા સૂત્રોચાર સાથે જિલ્લા કલેકટરશ્રીને આક્રોશ સાથે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. ગત 14મી એપ્રીલ કે જ્યારે દેશ ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી મનાવવામાં વ્યસ્ત હતો ત્યારે રાજકોટમાં બે પરિવારના ઝઘડાને સમાધાન કરાવવા જતા હમીરભાઇ રાઠોડ ઉર્ફે ગોપાલભાઈને પોલીસ જબરજસ્તી ઉઠાવી ગઈ અને તેમને એટલો માર મારવામાં આવ્યો કે તેમનું મોત નિપજ્યું.ભારતમાં SC-ST પર છાશવારે અત્યાચાર થાય છે પરંતુ સરકાર અને સિસ્ટમ દ્વારા જે ન્યાય મળવો જોઈએ તે મળતો નથી એનાથી ઉલટું જે અત્યાચાર કરે છે એને સાવરે છે જેથી આવા બનાવો રોકાવાનું નામ નથી લેતા છેવટે આ સમાજના લોકો ધર્મ પરિવર્તન કરે છે …આના જવાબદાર કોણ ?