ફ્રાન્સ મંગળવારે રક્ષામંત્રી રાજનાથ સિંહની હાજરીમાં ભારતને પહેલું રાફેલ લડાકુ વિમાન સોંપાયું. પેરિસ રવાના થતા પહેલાં રાજનાથ સિંહે સોમવારે કહ્યું હતું કે, આજે ભારતને રાફેલ મળવા બાબતે સમગ્ર દેશમાં ઉત્સાહ છે. હવે રાફેલ વિમાન ઓફિશિયલ રીતે ભારતીય વાયુસેનામાં સામેલ થઈ જશે. દરેક ભારતીય તેના સાક્ષી બનશે. રાજનાથ સિંહે આજે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેન્ક્રો સાથે પણ મુલાકાત પણ કરી છે. વાયુસેનાના વાઈસ ચીફ એર માર્શલ એચએસ અરોરા પણ રક્ષા મંત્રીની સાથે હશે. અત્યારે રાજનાથસિંહ દાસોં એવિએશનની ફેક્ટરીમાં પહોંચ્યા છે. હવે ટૂંક સમયમાં તેઓ પ્લેનમાં ઉડાન ભરશે.