રાજ્યના અલગ અલગ ક્ષેત્રના કર્મચારીઓ અને રાજકારણીઓ દ્વારા આર્થિક મદદ કરવામાં આવી રહી છે. આજે કોંગ્રેસના 68 ધારાસભ્યોએ ધારાસભ્ય દીઠ રૂ.10 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. જ્યારે રાજ્યના પ્રાથમિક શાળાઓના શિક્ષકો, માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો અને ગુજરાત એસ.ટીના 40 હજાર કર્મચારીઓએ એક દિવસનો પગાર મુખ્યમંત્રીના રાહત નિધિમાં આપવાનો નિર્ણય કર્યો છે. જેમાં શિક્ષકો એક દિવસના પગાર પેટે કુલ રૂપિયા 45.34 કરોડની રકમ જમા કરાવશે.
કોંગ્રેસના 68 ધારાસભ્યો રૂ.10-10 લાખ આપશે
ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષના 68 ધારાસભ્યો દ્વારા રૂપિયા 10-10 લાખની રકમ ફાળવવામાં આવી છે, જે અંતર્ગત કલેક્ટરને પત્ર દ્વારા જાણ કરી છે.