રાજ્યમાં ઈમ્પૅક્ટ ફી ભરવાની મુદતમાં ફરી એકવાર વધારો

0
231

રાજ્યમાં ગેરકાયદેસર બાંધકામને નિયમિત કરવા માટે ગુજરાત સરકારે ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઓફ અનઓથોરાઇઝ્ડ ડેવલપમેન્ટ એકટ, 2022 અમલમાં મૂકયો હતો. આ એકટ17 ડિસેમ્બર,2022થી અમલથી થયા પછી ત્રણ મહિના દરમિયાન ઇમ્પેકટ ફી ભરીને ગેરકાયદેસર બાંધકામને નિયમિત કરવાની સમયમર્યાદા આપવામાં આવી હતી, પણ નબળો પ્રતિસાદ મળતા સતત ત્રીજી વખત સમય મર્યાદા વધારવાની નોબત આવી છે.હવે સરકારે ગેરકાયદેસર બાંધકામને નિયમિત કરવા માટે 17 ડિસેમ્બર,2023થી 6 મહિના માટે વધુ એક વખત મુદત વધારી છે. આ કાયદો શરૂઆતના ત્રણ મહિના માટે અમલી રહેશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. આમ છતાં અત્યાર સુધીમાં સતત ત્રીજી વખત મુદત વધારવી પડે તેવી સ્થિતિ છે. કારણ કે,અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી 1.50 લાખ જેટલી અરજીઓ આવી છે તેમ શહેરી વિકાસ વિભાગના સૂત્રોનું કહેવું છે. ગેરકાયદેસર બાંધકામને નિયમિત કરવા મોટાભાગની અરજીઓમાં પાર્કિંગ સમસ્યા હોય છે. જેના કારણે મંજૂર કરવામાં મુશ્કેલી પડી રહી છે