કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 348 કેસ નોઁધાયા છે, જ્યારે 19 દર્દીના મોત નીપજ્યાં છે. કુલ 273 જેટલા લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી 10989 થઇ છે. અત્યારસુધીમાં કુલ 4308 ડિસ્ચાર્જ થયા છે. 6010 દર્દી સ્ટેબલ અને 46 વેન્ટિલેટર પર છે. રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છેકે, સમગ્ર રાજ્યમાં કૃષિ અને કૃષિ સંલગ્ન તમામ પ્રવૃતિઓને લોકડાઉનમાંથી મૂક્તિ આપવામાં આવી છે. જેથી ખેડૂતો ખેતિ વિષયક પ્રવૃત્તિ ચાલુ રાખી શકે છે. ખેડૂતોને ખેતીકામ માટે જતા આવતા પોલીસ દ્વારા રોકવામાં આવશે નહીં. ખેડૂતોને તેમની ખેત પેદાશ વેચવા માટે પણ મુક્તિ આપવામાં આવી છે. જે વિસ્તારોમાં ઉદ્યોગોને છૂટ આપવામાં આવી છે. તેમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ, કર્મચારી અને વાહનોને અટકાવવામાં આવશે નહીં.