રાજ્યમાં કોરોનાના વધુ 93 પોઝિટિવ કેસ કુલ દર્દી 1939 અને 71ના મોત

0
620
Foto Claudio Furlan - LaPresse 10 Marzo 2020 Brescia (Italia) News Tende e strutture di emergenza degli Spedali Civili di Brescia per l emergenza coronavirus Photo Claudio Furlan/Lapresse 10 March 2020 Brescia (Italy) Tents and emergency structures of the Civil Hospitals of Brescia for the coronavirus emergency

રાજ્યમાં કોરોનાના સવારના 10 વાગ્યા બાદ 93 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 4ના મોત થયા છે અને 25 દર્દી સાજા થયા છે. આ પહેલા ગઈકાલ સાંજથી આજ સવાર સુધીમાં 108 કેસ નોંધાયા હતા. આમ 24 કલાકમાં 201 દર્દી નોંધાયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 1939 દર્દી નોંધાયા છે અને 71ના મોત તેમજ 131 લોકો ડિસ્ચાર્જ થયા છે.

આ પહેલા સવારે અમદાવાદમાં 91માંથી 66 હોટસ્પોટ વિસ્તારમાંથી, અરવલ્લીમાં 6, કચ્છમાં 2, મહિસાગરમાં 1, પંચમહાલમાં 2, રાજકોટમાં 2, સુરતમાં 2, વડોદરા અને મહેસાણામાં 1-1 કેસ પોઝિટિવ આવ્યા છે. આ સાથે 1851 પોઝિટિવ કેસ થયા છે. આજે 4 દર્દીના મોત નીપજ્યાં છે અને એક દર્દીને રજા આપવામાં આવી હોવાનું આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે. રાજકોટમાં અને બનાસકાંઠામાં વધુ બે દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here