રાજ્યમાં કોરોનાના 7013 પોઝિટિવ કેસ, 425ના મૃત્યુ

0
542

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 388 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 29 દર્દીના મોત થયા છે જ્યારે 209 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આ સાથે અત્યાર સુધીમાં 7013 દર્દી નોંધયા છે અને મૃત્યુઆંક 425 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 1709 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે.મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર અને આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ દ્વારા કોરોના અંગે જોઇન્ટ બ્રિફિંગ કરવામાં આવશે. અમદાવાદ અને સુરતના કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં પેરા મિલેટ્રીની કંપનીઓ મુકીને સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના અન્ય રેડ ઝોનના કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં પણ વિશેષ પોલીસ બંદોબસ્ત મુકીને સુરક્ષા સઘન કરવામાં આવી છે. આ તમામ કન્ટેઇન્મેન્ટ વિસ્તારના અંદરના ભાગે પણ પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. સતત પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ વિસ્તારની અંદર આવતા કે બહાર જતા વ્યક્તિ અને વાહનને ચેક કરવામા આવી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here