રાજ્યમાં નવા 191 કેસ સાથે કોરોનાના 2815 પોઝિટિવ

0
665

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 191 નવા કેસ નોંધાયા છે, જ્યારે અમદાવાદમાં 14 અને સુરતમાં 1 દર્દીનું મોત થતા કુલ 15ના મોત થયા છે. જ્યારે 7 દર્દી સાજા થયા છે. આમ કુલ મૃત્યુઆંક 127 થયો છે અને અત્યાર સુધીના કુલ દર્દી 2815 થયા છે અને 265 દર્દી સાજા થયા છે.

કોરોના અંગે અપડેટ આપતા રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 191 કેસ નોંધાયા છે. જેમાં અદાવાદમાં 169, સુરતમાં 6, વડોદરામાં 5, આણંદમાં 3, પંચમહાલમાં 3 ભાવનગરમાં 2 અને વલસાડ, બોટાદ અને ગાંધીનગરમાં 1-1 કેસનો સમાવેશ થાય છે. જ્યારે 15 દર્દીના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 14 અને સુરતમાં 1નું મોત થયું છે અને 7 દર્દી સાજા થયા છે. કુલ 2815 દર્દીમાંથી 29 વેન્ટીલેટર પર અને 2394ની હાલત સ્થિર છે જ્યારે 265 સાજા થયા અને 127ના મોત છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 43,822 ટેસ્ટ કરવામાં આવ્યા અને તેમાંથી 2815ના રિપોર્ટ પોઝિટિવ અને 41007ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here