રાજ્યમાં ગઈકાલ સાંજથી આજ સવારના 9 વાગ્યા સુધીમાં કોરોનાના 152 નવા કેસ નોંધાયા છે. જ્યારે 2 દર્દીના મોત થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 105 અને અત્યાર સુધીમાં કુલ 2559 દર્દી નોંધાયા છે. નવા સામે આવેલા 152 કેસમાં સૌથી વધુ અમદાવાદના 94, સુરતમાં 30, વડોદરામાં 14, આણંદમાં 3, બનાસકાંઠામાં 2, ગાંધીનગરમાં 2, અરવલ્લી, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ અને વલસાડમાં 1-1 કેસ સામે આવ્યા છે.