રાજ્યમાં કોરોનાના દર્દીનો આંક સતત વધી રહ્યો છે. રાજ્યના 20 જિલ્લા કોરોનાના ભરડામાં આવી ગયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં 658 પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં 45 નવા કેસ નોંધાયા છે. જેમાંથી 31 કેસ અમદાવાદમાં, 9 સુરતમાં , 2 મહેસાણામાં તેમજ ભાવનગર, ગાંધીનગર અને દાહોદમાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1996 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 79 પોઝિટિવ અને 1917 નેગેટિવ ટેસ્ટ આવ્યા છે. જોકે નોંધનીય છેકે, વડોદરામાં નવા 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદારામાં વધુ બે પોઝિટિવ કેસ આવતા રાજ્યમાં કુલ 658 કેસ