રાજ્ય સરકારના બજેટમાં ગાંધીનગર માટે પ૭૦ કરોડની જોગવાઈ

0
569

ગાંધીનગર

પાટનગર ગાંધીનગર આરોગ્ય, ઈન્ફાસ્ટ્રક્ચર અને ઓલિમ્પીકની યજમાની માટેની પૂર્વ તૈયાર માટે રાજ્યના બજેટમાં રૂા. ૫૭૦ કરોડથી વધુ રકમની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયાર કરી રહેલ યુવાનો માટે શહેરમાં સૌથી મોટી નમો ડિજિટલ સેન્ટ્રલ લાઈબ્રેરી એ ટ્રાફિક સુવિધા માટે પણ ખાસ આયોજન ગોઠવવામાં આવ્યું છે.

રાજ્યના નાણામંત્રી દ્વારા રજૂ કરાયેલ બજેટમાં ગાંધીનગર શહેર-જિલ્લાની સુવિધાઓ ધ્યાને રાખી ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. જેમાં પાલજથી સરગાસણ સુધીનો બાયપાસ હાઈવે માટે ૧૦૦ કરોડની ખાસ ફાળવણી ઉપરાંત ઓલિમ્પીકની તૈયારના ભાગરૂપે કરાઈ ખાતે ૧૦૦ કરોડના ખર્ચે સ્પોર્ટસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ગાંધીનગર ખાતે હાઈપરફોર્મન્સ સેન્ટર માટે ૧૦0 ૧૦૦ કરોડ, શહેરમાં હરિયાળી જાળવણી માટે વનકવચ પ્રોજેક્ટ અંતર્ગત ૨૫ કરોડ, મેટ્રો રેલ સુવિધા માટે ૪૦ કરોડ, ગિફ્ટ સિટીની માળખાકીય સુવિધા શરૂ થયેલ યુએન મહેતા હોસ્પિટલમાં સુવિધા વધારવા ૬૦ કરોડ તેમજ રસ્તા, પાણી, ટ્રાફિક સુવિધા સહિતના કામો માટે પણ રકમ ફાળવવામાં આવી છે.