રીતિક રોશને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોશનના વર્કર્સને N95 અને FFP3 માસ્ક આપ્યા

0
1070

રીતિક રોશને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોશનના વર્કર્સને N95 અને FFP3 માસ્ક આપ્યા હતાં. હવે, રીતિક રોશન સ્વૈચ્છિક સંસ્થા અક્ષય પાત્ર સાથે જોડાયો છે. આ સંસ્થા દેશભરમાં વૃદ્ધાશ્રમો, રોજમદાર શ્રમિકો તથા જરૂરિયાતમંદ લોકોને ભોજન પૂરું પાડે છે. અક્ષયપાત્રે ટ્વિટર પર રીતિક રોશનનો આભાર માનતી ટ્વીટ કરતાં કહ્યું હતું, અમે આ વાત શૅર કરીને ઘણી જ ખુશી અનુભવીએ છીએ કે અમારી સાથે સુપરસ્ટાર રીતિક રોશન જોડાયા છે. અમે સાથે મળીને ભારતભરના વૃદ્ધાશ્રમો, રોજમદાર શ્રમિકો તથા ઓછી આવક ધરાવતા 1.2 લાખ લોકોને જ્યાં સુધી સ્થિતિ સામાન્ય નહીં થાય ત્યાં સુધી પોષણયુક્ત ભોજન પૂરું પાડીશું. અન્ય એક ટ્વીટમાં અક્ષયપાત્રે કહ્યું હતું, અમે સુપરસ્ટાર તરફથી મળેલી મદદનો આભાર માનીએ છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here