Home News Gujarat રૂપાણી સરકારના 5 વર્ષની ઉજવણી : રાજ્યને આજે મળી 5300 કરોડના વિકાસકાર્યોની...

રૂપાણી સરકારના 5 વર્ષની ઉજવણી : રાજ્યને આજે મળી 5300 કરોડના વિકાસકાર્યોની ભેટ

0
481

7 ઓગષ્ટ 2016 ના રોજ વિજય રૂપાણીએ મુખ્ય મંત્રી તરીકે અને નીતિન પટેલે નાયબ મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા.આજે મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ ની સરકારના આજે 5 વર્ષે પૂર્ણ થયા છે.આ 5 વર્ષે ની ઉજવણી ના ભાગ રૂપે રાજ્ય સરકારે 1 ઓગષ્ટ થી 9 ઓગષ્ટ સુધી ઉજવણીના કાર્યક્રમો ચાલુ કરવામાં આવ્યા હતા.જેનો મુખ્ય કાર્યક્રમ આજે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો.જેમાં મુખ્ય તરીકે કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી એ વર્ચ્યુલી હાજરી આપી હતી.તો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ મહાત્મા મંદિર ના મંચ પર જોવા મળ્યા હતા.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અમિત શાહ ના હસ્તે રાજ્ય સરકાર ની વતન પ્રેમ યોજનાને લોન્ચ કરી હતી.જે અંતર્ગત વતન થી દુર ગયેલા નાગરિક પોતાના વતન ના વિકાસ માટે કાર્ય કરશે તો તેનો 40 ટકા ફાળો રાજ્ય સરકાર આપશે. આ યોજના માટે પંચાયત વિભાગ ના કામો માટે100 કરોડ ની ફાળવણી કરવામાં આવી છે.
આજના દિવસે રાજ્ય ભરમાં 5300 કરોડ ના કામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.

NO COMMENTS