રોજગારવાન્છું ઉમેદવારો માટે રોજગાર હેલ્પલાઇન નંબર શરૂ કરાયો

0
210

શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વભાગના નિયામકશ્રી, રોજગાર અને તાલીમની કચેરી દ્વારા રોજગારવાન્છું ઉમેદવારો માટે રોજગાર હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આ હેલ્પ લાઇનનો નંબર- ૬૩૫૭૩૯૦૩૯૦ છે.
આ હેલ્પલાઇન નંબર પર ગાંધીનગર જિલ્લાના તમામ રોજગારવાન્છું ઉમેદવારો, શાળા-કોલેજના વિઘાર્થીઓને હેલ્પલાઇનના માધ્યમથી રોજગાર ભરતીમેળા દ્વારા રોજગારને લગતી, સ્વરોજગાર માટે વ્યવસાય માર્ગદર્શન, સંરક્ષણ ભરતી માર્ગદર્શન તથા અભ્યાસ કરતા વિઘાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન પુરું પાડવામાં આવશે. આ હેલ્પલાઇનના માધ્યમથી જિલ્લાનો કોઇપણ યુવા ઘરે બેઠા સરળતાથી માર્ગદર્શન મેળવી શકે તે હેતું છે. જિલ્લાના તમામ વાલીઓને પણ પોતાના સંતાનના ઉજ્જવળ ભવિષ્યમાં મદદરૂપ થવા હેલ્પલાઇનનો લાભ લેવા રોજગાર અધિકારી, ગાંધીનગરે જણાવ્યું છે.