રોલિંગ સ્ટોનના ૨૦૦ ઑલ ટાઇમ બેસ્ટ સિંગરના લિસ્ટમાં લતા મંગેશકર

0
387

વિદેશી મૅગેઝિન રોલિંગ સ્ટોન દ્વારા ૨૦૦ ઑલ ટાઇમ બેસ્ટ સિંગર્સનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યુ છે જેમાં લતા મંગેશકર ૮૪મા ક્રમે છે. આ લિસ્ટમાં લેટ પાકિસ્તાની સિંગર નુસરત ફતેહ અલી ખાનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ લિસ્ટમાં લતા મંગેશકર એકમાત્ર ભારતીય છે. આ વિશે સંજય લીલા ભણસાલીએ કહ્યું કે ‘એ ખુશીની વાત છે કે તેમનો સમાવેશ ૨૦૦ બેસ્ટ સિંગર્સમાં કરવામાં આવ્યો છે. જોકે લતાજી ફક્ત ૨૦૦ સિગંર્સમાં જ બેસ્ટ નથી. તેઓ સિવિલાઇઝેશન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલા તમામ સિંગર્સમાં બેસ્ટ છે.’આ લિસ્ટમાં એડીલ, પૉલ મૅક્કાર્ટની, ડેવિડ બોવી, લુઈ આર્મસ્ટ્રૉન્ગ, આરિયાના ગ્રાન્ડે, લેડી ગાગા, રિહાના, ઍમી વાઇનહાઉસ, માઇકલ જૅક્સન, બૉબ માર્લી, ઍલ્ટન જૉન, ટેલર સ્વિફ્ટ અને બિલી એલિશ જેવાં ઘણાં સિંગર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.