રોશનીથી ઝગમગી ઉઠ્યો વિજય ચોક : ‘બીટિંગ ધ રિટ્રીટ’ પર સેનાનું ‘શક્તિ પ્રદર્શન’

0
554

પ્રજાસત્તાક દિવસની ઉજવણીના સમાપન નિમિત્તે, દિલ્હીના વિજય ચોક ખાતે ‘બીટિંગ ધ રીટ્રીટ’ સમારોહ શરૂ થયો છે. આ વખતે ‘બીટિંગ ધ રીટ્રીટ’ સમારોહ ખૂબ જ ખાસ છે કારણ કે આ સમારોહમાં પ્રથમ વખત 1,000 સ્વદેશી ડ્રોન દ્વારા આકાશ જગમગશે. ‘મેક ઇન ઇન્ડીયા’ પહેલાંના અંતગર્ત આ સમારોહની ડિઝાઇન અને કોરિયોગ્રાફી કરવામાં આવી છે.

પ્રથમ વખત લેસર શોનું આયોજન
આ 10 મિનિટના ડ્રોન લાઇટ શો દ્વારા 75 સરકારી સિદ્ધિઓ આકાશમાં પ્રદર્શિત કરવામાં આવશે. આ ઉપરાંત મેક ઇન ઇન્ડિયા, આઝાદીના અમૃત મહોત્સવ જેવા અભિયાનોને ડ્રોન દ્વારા આકાશમાં બતાવવામાં આવશે. બીટિંગ ધ રીટ્રીટ સેરેમનીમાં પ્રથમ વખત લેઝર શોનું આયોજન કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here