લખનઉ એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના…..

0
385

અમદાવાદમાં થયેલા ભયાનક પ્લેન અકસ્માતના કારણે દેશ હજુ પણ આઘાતમાં છે ત્યાં લખનઉના અમૌસી એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી. લખનઉ એરપોર્ટ પર અમૌસી એરપોર્ટ પર પ્લેનના પૈડામાં આગ લાગી ગઈ. રવિવારે સવારે લેન્ડિંગ બાદ ટેક્સી વે પર જતી વખતે સાઉદી અરેબિયા એરલાઈન્સના વિમાનના ડાબા પૈડામાંથી ચિંગારી અને ખુબ ધૂમાડો જોવા મળ્યો. આ વિમાન સાઉદી અરેબિયાના જેદ્દાહથી હજયાત્રીઓને લઈને પાછું ફર્યું હતું. ચિંગારી જોતા જ પાઈલોટે એર ટ્રાફિક કંટ્રોલરને જાણ કરી હતી. ત્યારબાદ અફરાતફરી મચતા ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી અને સ્થિતિ કાબૂમાં લીધી હતી. જ્યારે આગ પર કાબૂ મેળવી લેવાયો ત્યારે તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવાયા હતા. મળતી માહિતી મુજબ સાઉદી અરેબિયા એરલાઈન્સનું વિમાન એસવી 3112એ શનિવારે રાતે લગભગ 11.30 કલાકે જેદ્દાહ એરપોર્ટથી ઉડાણ ભરી હતી.