લોકડાઉન 4.0 : જિલ્લામાં કુલ 36 કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર,

0
484

પાટનગરમાં કોરોનાના કેસ વધવાની સાથે છુટછાટ આપતા લોકડાઉન 4.0નો અમલ કરવામાં આવશે. કલેક્ટર ડૉ. કુલદિપ આર્યએ કહ્યું કે મુખ્યમંત્રીએ કરેલી જાહેરાત પ્રમાણે અને કેનદ્ર સરકાર તથા રાજ્યના ગૃહ વિભાગની ગાઇડ લાઇન પ્રમાણે છુટાછાટ અમલી કરવામાં આવશે. પાટનગરના સેક્ટર વિસ્તારમાં હાલમાં 15 સેક્ટરમાં 20 કન્ટેઇનમેન્ટ ઝોન અમલમાં છે અને ગ્રામ્ય વિસ્તારમાં ગાંધીનગર તાલુકામાં 16 તથા કલોલ, દહેગામ અને માણસામાં મળીને જિલ્લામાં કુલ 36 કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલા છે. ત્યાં માત્ર આવશ્યક ચીજ વસ્તુની દુકાનો ખુલી રહેશે, પરંતુ તેના સિવાયની કોઇજ છુટછાટ મળશે નહીં. પાટનગરમાં સેક્ટર 11 સહિત વિવિધ સેક્ટરમાં આવેલા કોમર્શિયલ કોમ્પલેક્સમાં જ્યાં કન્ટેઇનમેન્ટ ઝોન લાગુ પડતો નથી, ત્યાં દરરોજ અડધી દુકાનો ખુલશે અને અડધી બંધ રહેશે. ગાંધીનગર શહેર અને જિલ્લો સરવાળે ધમધમતા થવાની દિશામાં આવી જશે. પરંતુ માસ્ક પહેર્યા સિવાય કોઇ સ્થળે જઇ શાકશે નહીં. કલેક્ટરે કહ્યું કે વેપારીઓએ પણ અગાઉની ગાઇડ લાઇન પ્રમાણે સેનેટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સનું સંપૂર્ણ પાલન કરવાનું રહેશે. તેમાં ભંગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરાશે. કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં જાહેર અને ખાનગી પરિવહનને છુટ મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here