બિહારથી અત્યારે એક મોટા સમાચાર સામે આવ્યાં છે. બિહારના દાનાપુરમાં સ્પેશિયલ લોકમાન્ય તિલક સ્ટેશિયલ 01410 ટ્રેનના એક ડબ્બામાં આગ હતી. આ ઘટના અરાહના કરિસાથ હોલ્ટ ખાતે બની હતી. હોળીના કારણે ટ્રેનમાં મુસાફરોની સંખ્યા ઘણી ઓછી હતી, તેથી હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. ઘટનાને પગલે અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહીં છે.સૂત્રો પ્રમાણે મળતી રેલ્વે દ્વારા એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવે છે. આ નંબર એટલા માટે જાહેર કરવામાં આવ્યો છે કે, જેથી આ ઘટના અંગે જાણકારી મેળવી શકાય. દાનાપુર હેલ્પલાઇન નંબર છે-06115232401, અરાહ હેલ્પલાઇન નંબર છે-9341505981 અને બક્સર હેલ્પલાઇન નંબર છે-9341505972. મળતી માહિતી મુજબ, આ ઘટના બાદ અરાહ રેલવે સ્ટેશનથી ઘણી ટ્રેનોનું સંચાલન ખોરવાઈ ગયું છે. જેના કારણે ઘણી ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.આ ઘટનાને પગલે થોડી વિગતો સામે આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો હોળી-ધૂળેટીને લઈને દાનાપુરથી મુંબઈ જઈ રહેલી સ્પેશિયલ ટ્રેનમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે એસી ડબ્બામાં આગ લાગી હતીં. આ ઘટના અંગેની માહિતી તાત્કાલિક રેલવે વિભાગને આપવામાં આવી હતી. નોંધનીય છે કે, સમયસર આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી. દુર્ઘટનાને કારણે ડાઉન લાઇન પર રેલ વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો. જો કે, બાદમાં રેલ્વે પ્રશાસને બધું સામાન્ય થવાનું શરૂ કર્યું.