Home Hot News વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ખાદી ઉત્સવનો પ્રારંભ : 94 વર્ષ જૂનો ચરખો...

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ખાદી ઉત્સવનો પ્રારંભ : 94 વર્ષ જૂનો ચરખો કાંત્યો

0
359

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની બે દિવસની મુલાકાત માટે અમદાવાદ આવી પહોંચ્યા છે, ત્યારે તેઓ રિવરફ્રન્ટ ખાતે આયોજીત ખાદી ઉત્સવમાં હાજરી આપી હતી. પીએમ મોદીના હસ્તે ખાદી ઉત્સવનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. ખાદી મહોત્સવમાં પીએમ મોદીએ ચરખો કાંત્યો હતો. પીએમ મોદીએ બારડોલીના સત્યાગ્રહમાં ઉપયોગ લેવાયેલો 94 વર્ષ જૂનો ચરખો કાંત્યો હતો.

ખાદી ઉત્સવ, ખાદી કારીગરો માટે આત્મનિર્ભર ભારત તરફ વધુ એક કદમ છે. વિશ્વમાં પ્રથમવાર 7500 મહિલા કારીગરો ચરખો કાંતશે અને ચરખો કાંતી ખાદી ગ્રામ ઉદ્યોગને પ્રોત્સાહન આપશે. ભાગ લેનાર મહિલાઓ સફેદ સાડી પર તિંરગાનું અંગવસ્ત્ર પહેર્યું છે. રાજ્યમાંથી આવેલા 75 રાવણહથ્થા કલાકારો દ્વારા પીએમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ખાદી ઉત્સવમાં ભાગ લેવા માટે ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી મહિલાઓ આવી છે.