વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના નવા કેમ્પસને રાષ્ટ્રને સમર્પિત કર્યું

0
1479

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે છે. PM મોદીની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે. આજે પીએમએ ગાંધીનગરના દહેગામમાં રોડ શો કર્યો હતો. રોડ શો દરમિયાન પીએમ મોદીએ હાથ મિલાવીને લોકોનું અભિવાદન પણ કર્યું હતું. પીએમ મોદીને જોઈને લોકોએ ભારત માતા કી જયના ​​નારા લગાવ્યા હતા. વડાપ્રધાન મોદી અહીંથી રક્ષા શક્તિ યુનિવર્સિટી પહોંચ્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના નવા કેમ્પસને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. સંકુલના ઉદ્ઘાટન સમયે ગૃહમંત્રી અમિત શાહ પણ તેમની સાથે હાજર હતા.

પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં આવવું મારા માટે વિશેષ આનંદનો વિષય છે. આ યુનિવર્સિટી સમગ્ર દેશમાં રક્ષા ક્ષેત્રે જે કેરિયર બનાવવા માંગે છે તેમના માટે છે. રક્ષાનું ક્ષેત્ર ફક્ત યુનિફોર્મ અને દંડો નથી. વેલ ટ્રેઇન્ડ મેનપાવર તેની માંગ છે. રક્ષા ક્ષેત્રની 21મી સદીના પડકારો પ્રમાણે વ્યક્તિનો વિકાસ થાય આ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનો જન્મ થયો હતો.

તેમણે કહ્યું કે, અંગ્રેજોએ પોતાનું રાજ ચલાવવા દંડો ચલાવે તેવી પોલીસ બનાવી હતી, જેનું કામ ભારતીયો પર દંડા ચલાવવાનું હતું. પરંતુ, હાલના સમયે લોકતંત્રમાં જનતાને સર્વોપરી માનીને અસાજિક તત્વો સામે સખ્તાઈ અને સામાન્ય જનતા માટે નરમાઈ રાખીને કામ કરે તેવી પોલીસની જરૂર છે. પોલીસ કર્મચારીઓની કામગીરીને લઇને યોગ્ય જાણકારી પહોંચી રહી નથી. પોલીસ કર્મચારીઓ અનેક સારા કાર્યો કરે છે તેની જાણકારી નાગરિકો સુધી પહોંચવી જોઇએ. પોલીસનો માનવીય ચહેરો કોરોનાકાળમાં નાગરિકો સુધી પહોંચ્યો. પોલીસ નકારાત્મક છબી બને ત્યારે ઇચ્છાશક્તિ ઓછી થઇ જતી હોય છે. સમાજ જીવનમાં શાંતિનું વાતાવરણ બનાવી રાખવું જોઇએ.

પીએમએ કહ્યું કે, આઝાદી પછી કાયદો અને વ્યવસ્થાની ભરતીમાં સુધારાની જરૂર હતી જેમાં આપણે પાછળ રહી ગયા. તેમણે કહ્યું કે, પોલીસ વિશે તેમનાથી દૂર રહેવાની ધારણા છે, જો કે તે સેના સાથે નથી. પીએમએ કહ્યું કે પોલીસકર્મીઓને એવી રીતે તાલીમ આપવામાં આવે કે તેઓ લોકો સાથે સૌહાર્દપૂર્ણ વર્તન કરે તે જરૂરી છે.

મોદીએ વધુમાં જણાવ્યું છેકે, આજના સમયામાં ક્રાઇમ ડિટેક્શન માટે ટેક્નોલોજી મદદરૂપ થઇ રહી છે. તેવા સંજોગોમાં યોગ્ય લોકો પાસે યોગ્ય હથિયાર અને ટ્રેનિંગની જરૂર છે. તમે કેટલાક કેસ સ્ટડી પણ ભણતા હશો. 21મી સદીમાં ટેકનોલોજીને જાણતો હોય ફોલો કરતો હોય હ્યુમન સાઇકી સમજતો હોય, યુવાન પેઢીઓ સાથે નેગોશિએશન કરી શકતો હોય તેવો મેનપાવર જોઈએ છીએ. ક્રાઈમ કરનારા લોકો પણ ખાસ ટેકનોલોજી વાપર છે અને તેનું ડિટેક્શન પણ ટેકનોલોજીના માધ્યમથી તેનું ડિટેક્શન થાય છે. રક્ષાનો દાયરો ફેલાઈ ગયો છે. આમ ટેકનોલોજી દ્વારા ટ્રેઇનિંગ આપવી માંગ છે.

પીએમ મોદીએ કહ્યું કે, સંરક્ષણ ક્ષેત્રમાં વેલ ટ્રેન્ડ મેન પાવર એ સમયની જરૂરિયાત છે. આ યુનિવર્સિટીનો જન્મ એવા લોકો માટે થયો છે જેઓ સમગ્ર દેશમાં સંરક્ષણ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા માંગે છે.

નેશનલ ડિફેન્સ યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહને સંબોધિત કરતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, વડાપ્રધાને રાષ્ટ્રીય સંરક્ષણ યુનિવર્સિટીને રાષ્ટ્રને સમર્પિત કરી છે અને હવે આ યુનિવર્સિટી દીક્ષાંત સમારોહ બાદ રાષ્ટ્રીય સ્તરે ખૂબ જ ઝડપથી કામ કરશે. દેશના દરેક ક્ષેત્રમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનું કેમ્પસ ખુલે તેવા પ્રયાસ થશે. તેમણે કહ્યું કે, પોલીસને સરકારી કર્મચારી નહીં, પરંતુ કર્મયોગી બનાવવાનો ધ્યેય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here