વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનો આજે 100મો જન્મ દિવસ

0
511

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસ પર છે અને તેમના માતા હીરાબા કે જેઓ ગાંધીનગરના રાયસણમાં રહે છે તેમણે આજે 100 વર્ષ પૂર્ણ કર્યા છે. ગુજરાતમાં આવેલા વડાપ્રધાન મોદીએ આજે સવારે પોતાના પ્રવાસની શરુઆત કરતા પહેલા માતા હીરાબાના આશીર્વાદ લીધા હતા. તેઓ માતા માટે ભેટ પણ લઈને પહોંચ્યા હતા. માતાના ઘરે પહોંચેલા વડાપ્રધાનને જોવા માટે ત્યાં ઘણાં લોકો ઉમટી પડ્યા હતા જેમનું તેમણે અભિવાદન પણ કર્યું છે. વડાપ્રધાન મોદીએ માતાને ફૂલનો હાર પહેરાવીને, સાલ ઉઢાડીને અને તેમના પગ ધોઈને તે પાણી પોતાના માથે ચઢાવીને આશીર્વાદ લીધા હતા. વડાપ્રધાન મોદીએ માતા હીરાબાના હાલચાલ પણ પૂછ્યા હતા અને આશીર્વાદ લીધા બાદ તેમની સાથે થોડીવાર વાતચીત પણ કરી હતી. દીકરાની પ્રગતિ જોઈને માતા હીરાબા પણ ઘણાં ખુશ હતા અને તેમણે વડાપ્રધાનને જીવનમાં હજુ વધુ સફળ થવા માટેના આશીર્વાદ આપ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here