વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બરે ગાંધીનગરમાં મેટ્રો સેવાનો પ્રારંભ કરશે …

0
146

ત્રીજી વખત વડાપ્રધાન બન્યા પછી પ્રથમ વાર બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહેલા નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બરે ગાંધીનગરમાં મેટ્રો સેવાનો પ્રારંભ કરવાના છે ત્યારે સેક્ટર 1ના સ્ટેશનેથી ટ્રેનને લીલી ઝંડી આપ્યા બાદ તેઓ મેટ્રો ટ્રેનમાં બેસી ગિફ્ટ સિટી ખાતે પહોંચવાના છે. હાલ તેમના આગમનને પગલે કોર્પોરેશન સહિત તમામ તંત્ર તૈયારીઓમાં લાગી ગયા છે.જે અંગે મળતી વિગતો પ્રમાણે તેઓ 15 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર આવી જશે અને રાજભવનમાં રાત્રિ રોકાણ કરી 16 સપ્ટેમ્બરે મહાત્મા મંદિર ખાતે યોજનારી ગ્લોબલ એનર્જી ઇવેન્ટમાં હાજરી આપશે અને ત્યારબાદ બપોરે 1 : 30 કલાકે ગાંધીનગરના ચ-માર્ગ ઉપર આવેલા સેક્ટર 1ના મેટ્રો સ્ટેશન ખાતે પહોંચશે. જ્યાં તેઓ સ્ટેશનનું નિરીક્ષણ કર્યા બાદ મેટ્રો રેલને લીલી ઝંડી દેખાડશે અને અહીં જ તેઓ ટ્રેનમાં બેસીને ગિફ્ટ સિટી સુધી પહોંચશે.