વડાપ્રધાન નરેન્દ્ર મોદી 71 હજાર નવનિયુક્ત યુવાનોને એપોઈમેન્ટ લેટરનું વિતરણ કરશે

0
187

16 મે 2023 ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશભરના 45 કેન્દ્રો પર સરકારી વિભાગોમાં 71 હજાર નવનિયુક્ત યુવાનોને એપોઈમેન્ટ લેટરનું વિતરણ કરશે.આ પ્રસંગે વડાપ્રધાન નોકરી મેળવનાર આ યુવાનોને પણ સંબોધિત કરશે. વડા પ્રધાન કાર્યાલય દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, પીએમ મોદી આજે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળામાં (Rozgar Mela) સરકારી વિભાગોમાં નવા નિયુક્ત થયેલા લોકોને 71 હજાર નિમણૂક પત્રો આપશે. વડાપ્રધાન આ પ્રસંગે નવનિયુક્ત સરકારી નોકરિયાતોને પણ સંબોધન કરશે.હાલમાં યુવાનોને રોજગારી આપવા માટે કેન્દ્ર સરકારના વિભાગો તેમજ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભરતી કરવામાં આવી રહી છે. મોદી સરકાર 2024ની લોકસભા પહેલાં બેરોજગાર યુવાનને નોકરી આપવાનો વાયદો પૂરી કરી રહી છે.