વનારક્ષિત વિસતારોમાં દબાણ હટાવ અભિયાનનો વધુ એક અધ્યાય …!?

0
758

ગાંધીનગરપાટનગરની વનારક્ષિત જગ્યામાં ગેરકાયદે અડીંગોજમાવી હરિયાળીને હાનિ પહોંચાડતા અને શહેરની શોભા
બગાડતા ગેરકાયદે ઝુંપડા અનેલારીગલ્લા હટાવવા વનવિભાગ દ્વારા વધુ એકવાર દબાણ હટાવઝુંબેશ હાથ ધરી કાયમી ધોરણે દબાણોનું દૂષણ દૂર કરવાની કટીબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે. જો કે ભૂતકાળમાં પણ આ પ્રકારે કડક ઝુંબેશો કર્યા પછી પણ પરિસ્થિતિ અગાઉ કરતાં પણ વધુ ખરાબ બની છે એ હકિકત છે.

ગાંધીનગરના મુખ્ય માર્ગો પાસેના તેમજ સેકટરોમાં અંતરિયાળ વિસ્તારમાં આવેલી વનવિભાગ હસ્તકની આરક્ષિત જગ્યામાં ઠેર ઠેર લારી-ગલ્લા, ઝૂંપડપટ્ટી તેમજ ઢોરવાડાંના દબાણો મોટી સંખ્યામાંર્અીો જમાવી વનરાજીને નુકસાન કરવા ઉપરાંત ગંદકી ફેલાવી શહેરની શોભાને ઝાંખપ લગાડી રહ્યા છે.શહેરના હાર્દસમા અને વાહનો રાહદારીઓથી ધમધમતા ઘ-ચ સહિતના મુખ્યમાર્ગોની આસપાસનીવનરાજી ઝૂંપડપટ્ટી અને લારીગલ્લાના દબાણ ઉપરાંત જાહેર શૌચાલયો સમાન બની જતાં લોકો ત્રસ્ત છે.
વનવિભાગ દ્વારા આ બાબતને વધુ એક ધ્યાને લઈ વધુ એક દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી આ દબાણો કડકાઈથી દૂર કરવામાં આવી રહ્યા છે. એક તરફ સ્માર્ટ સિટીની વાતો થાય છે તો બીજી તરફ વનારક્ષિત
વિસ્તારોની હાલત ખરાબ રહી છે. વનવિભાગ તરફથી દબાણો, કાયમી ધોરણે દૂર કરવા માટેની કાર્યયોજનતૈયાર કરી દેવામાં આવી છે અને ભવિષ્યમાં દબાણો પુનઃ ઊભા ન થઈ જાય તેની કટીબદ્ધતા પણ વ્યક્ત
કરવામાં આવી છે. જો કે ભૂતકાળમાં વિભાગની અત્યંત કડક ઝુંબેશો છતાં સ્થિતિ હંમેશા પૂર્વવત થતીરહી છે એ જોતાં આ વખતે વનવિભાગને દબાણો ડામવામાં કેટલી સફળથા મળશે એ જોવું રહ્યું. અન્યથા
આ ઝુંબેશ પણ ફારસ પૂરવાર થાય તો નવાઈ નહિ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here