વર્લ્ડ ટી૨૦માં ધોની રમશે : ડવેન બ્રાવો

0
1319

વેસ્ટ ઇન્ડીઝના ઑલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ હાલમાં ઇન્ટરનૅશનલ ટી૨૦માં કમબૅક કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતને લીધે તે ટી૨૦ વર્લ્ડ કપના સિલેક્શન માટે ઉપલબ્ધ રહી શકશે. આવતા વર્ષે ઑસ્ટ્રેલિયામાં રમાનારા ટી૨૦ વર્લ્ડ કપના સંદર્ભમાં વાત કરતાં ડ્વેન બ્રાવોએ કહ્યું છે કે મહેન્દ્ર સિંહ ધોની ભારતીય ટીમ વતી વર્લ્ડ કપ રમી શકે છે.

ઉક્ત સંદર્ભે વાત કરતાં બ્રાવોએ કહ્યું કે ‘ધોની ક્યારેય રિટાયર ન થઈ શકે. મારા ખ્યાલથી તે ટી૨૦ વર્લ્ડ કપ રમશે. ક્રિકેટ સિવાયની બીજી વસ્તુ ક્રિકેટની બહાર જ રાખવી જોઈએ અને એ વાત અમને ધોનીએ જ શીખવી છે. તેણે જ અમને શીખવ્યું છે કે કોઈ પણ વાતમાં પૅનિક ન થવું અને પોતાની ક્ષમતા પર પૂરો ભરોસો કરવો.’ વાસ્તવમાં બ્રાવો અને ધોની બન્ને આઇપીએલમાં ચેન્નઈ સુપરકિંગ્સ ટીમમાં સાથે રમ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here