ગાંધીનગર જિલ્લામાં આજે 29 મે ના રોજ ‘ઓપરેશન શિલ્ડ મોકડ્રિલ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, હાલ આ મોકડ્રિલ સ્થગિત કરવામાં આવી છે. ગાંધીનગર તાલુકાના લેકાવાડા વિસ્તારમાં સંપૂર્ણ બ્લેકઆઉટ કરવાની જાહેરાત કરાઈ હતી. જોકે, હાલ આ મોકડ્રિલ મોફૂક રખાઈ છે.
‘ઓપરેશન સિંદૂર’ બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી. એ પહેલાં જ સરકારે ગુજરાત સહિત દેશના વિવિધ જિલ્લામાં મોકડ્રિલ યોજી હતી. સરહદ પર સીઝફાયર થયા બાદ ફરી એકવાર ગુજરાતમાં સિવિલ ડિફેન્સની ‘ઓપરેશન શિલ્ડ’ મોકડ્રિલ યોજવાનો નિર્ણય કરાયો હતો. જોકે, કેન્દ્ર સરકાર દ્વારા મોકડ્રિલ મોકુફ રાખવાનો નિર્ણય કરતા રાજ્ય સરકાર દ્વારા આવતીકાલની મોકડ્રિલ સ્થગિત રાખવામાં આવી છે. વહીવટી કારણોસર ઓપરેશન શિલ્ડ મોકૂફ રાખવામાં આવ્યું છે. જોકે, આગામી સમયમાં નવી તારીખ જાહેર કરવામાં આવી શકે છે.