વહેલી સવારમાં બિહારમાં ભૂકંપ….

0
328

બિહારના અરરિયામાં સવારે ભૂકંપના આંચકાઅનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી ના જણાવ્યા અનુસાર સવારે લગભગ 5.35 વાગ્યે આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપના કારણે કોઈ જાનહાની કે સંપત્તિના નુકસાનની પુષ્ટિ કરી નથી.પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. અહીં 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી. બુધવારે સવારે 5:35 કલાકે ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપ 10 કિમીની ઊંડાઈએ આવ્યો હતો.