વાઈબ્રન્ટ સમિટના પગલે પાટનગરમાં રોશનીનો ઝગમગાટ…!!

0
293

ગાંધીનગરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને તેમજ દેશ-વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ૧૦ જાન્યુઆરી-૨૦૨૪ના રોજ ૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ છે ત્યારે સૌને આવકારવા સમગ્ર નગર સંપૂર્ણ સજ્જ બન્યું છે. વડાપ્રધાન સહિતના
મહેમાનોના સ્વાગત માટે ગુજરાતની રાજધાની ગાંધીનગરને દુલ્હનની જેમ સજાવવામાં
આવી રહ્યું છે. જેમાં ગાંધીનગરના હાર્દસમા વિધાનસભાથી મહાત્મા મંદિર સુધીના
સેન્ટ્રલ વિસ્ટાને રાત્રે વાઈબ્રન્ટ-તિરંગા સહિતની વિવિધ થીમ આધારીત રોશની-લેઝર
લાઈટથી શણગારવામાં આવ્યું છે. જેના પરિણામે સેન્ટ્રલ વિસ્ટા નગરજનો માટે સેલ્ફી
પોઈન્ટ બન્યો છે. વાઈબ્રન્ટ સમિટના ભાગરૂપે ગુજરાત વિધાનસભાને ગોલ્ડન રોશનીથી
શણગારવામાં આવ્યું છે. જ્યારે સેન્ટ્રલ વિસ્ટા સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ, વિવિધ ફૂલ-છોડ-વૃક્ષો પર અલગ-અલગ કલરની સિરીઝ, કલરફૂલ સ્કલ્પચર, વાઈબ્રન્ટ
ગુજરાત-૨૦૨૪ને પ્રદર્શિત કરતા વિવિધ આકર્ષિક લોગો તેમજ દાંડીકુટીરને લાઈટીંગલેઝર
દ્વારા અદ્‌ભૂત રીતે સજાવવામાં આવ્યું છે. આ ‘સેન્ટ્રલ વિસ્ટા’નો રાત્રિનો અદ્‌ભૂત
નજારો નગરજનો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ ઉપરાંત સ્વર્ણિમ સંકુલ-૧
અને ૨, ઉદ્યોગભવન, કલેક્ટર કચેરી, બેન્ક ઓફ બરોડા ભવન, સાયન્સ કોલેજ સહિતની
સરકારી ઈમારતોને તિરંગા આધારીત વિવિધ રોશનીથી શણગારવામાં આવી છે.